ટી. એસ. એલિયટની કવિતાઓમાં જોવા મળતી ભારતીયતા : તત્વચિંતકાત્મક અભ્યાસ
Author(s): ડો.મહેશપ્રસાદ ત્રિવેદી
Authors Affiliations:
સારાંશ: વીસમી સદીના અંગ્રેજી સાહિત્યમાં ટી. એસ. એલિયટનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. આધુનિકતાવાદી કવિ તરીકે એલિયટે આધુનિક માનવીના આધ્યાત્મિક સંકટ, સાંસ્કૃતિક વિખંડન, અસ્તિત્વની નિરર્થકતા અને નૈતિક મૂલ્યોના પતનને પોતાની કવિતાઓમાં અસરકારક રીતે રજૂ કર્યા છે. જોકે તેમની કાવ્યદૃષ્ટિ માત્ર પશ્ચિમી સાહિત્ય અને ખ્રિસ્તી વિચારધારા સુધી સીમિત નથી. ભારતીય ઉપનિષદો, ભગવદ્ગીતા તથા ભારતીય તત્ત્વચિંતનનો પણ તેમની કાવ્યસર્જના પર નોંધપાત્ર પ્રભાવ જોવા મળે છે. ખાસ કરીને The Waste Land અને Four Quartetsમાં ભારતીય આધ્યાત્મિક વિચારના સ્પષ્ટ તથા પરોક્ષ સંદર્ભો જોવા મળે છે. The Waste Landના અંતે આવતાં “Datta. Dayadhvam. Damyata.” અને “Shantih Shantih Shantih” જેવા સંસ્કૃત શબ્દપ્રયોગો ઉપનિષદિક પરંપરાનો સીધો સંકેત આપે છે. બીજી તરફ Four Quartetsમાં સમય, શાશ્વતતા, આત્મજ્ઞાન, ત્યાગ, સ્થિરતા અને આધ્યાત્મિક શાંતિ જેવા વિચારો ભારતીય દર્શન સાથે સંવાદ સ્થાપે છે. આ સંશોધનપત્રનો હેતુ એલિયટની પસંદગીની કવિતાઓમાં રહેલી ભારતીયતાનું તત્ત્વચિંતનાત્મક તથા તુલનાત્મક વિશ્લેષણ કરવાનો છે. અભ્યાસ દર્શાવે છે કે એલિયટે ભારતીય વિચારધારાને માત્ર ઉદ્ધરણરૂપે સ્વીકારી નથી, પરંતુ તેને આધુનિક પશ્ચિમી માનવીના આધ્યાત્મિક સંકટના સંદર્ભમાં સર્જનાત્મક રીતે પુનઃઅર્થઘટિત કરી છે.
DOIs:10.2018/SS/202609011     |     Paper ID: SS202609011
ડો.મહેશપ્રસાદ ત્રિવેદી (2026); ટી. એસ. એલિયટની કવિતાઓમાં જોવા મળતી ભારતીયતા : તત્વચિંતકાત્મક અભ્યાસ, Shikshan Sanshodhan : Journal of Arts, Humanities and Social Sciences, ISSN(o): 2581-6241, Volume – 9, Issue – 9, Available on – https://shikshansanshodhan.researchculturesociety.org/
![SHIKSHAN SANSHODHAN [ ISSN(O): 2581-6241 ] Peer-Reviewed, Referred, Indexed Research Journal.](https://shikshansanshodhan.researchculturesociety.org/wp-content/uploads/SS-TITLE-HEADER.png)