2, October 2026
કેવી રીતે ભણાવવુ થી કેવી રીતે શીખવું સુધી : ડેવિડ ઑઝુબેલના અર્થપૂર્ણ અધ્યયન સિદ્ધાંતના સંદર્ભમાં શિક્ષક પ્રશિક્ષણનું પુનઃચિંતન
Author(s): ડો.મહેશપ્રસાદ ત્રિવેદી
Authors Affiliations:
DOIs:10.2018/SS/202610001     |     Paper ID: SS202610001Abstract
Keywords
Cite this Article/Paper as
References
સારાંશ: વર્તમાન શિક્ષણવ્યવસ્થામાં શિક્ષકોને વિવિધ શિક્ષણ પદ્ધતિઓ, શૈક્ષણિક ટેક્નોલોજી, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, સહકારી અધ્યયન તથા મૂલ્યાંકનની નવી પદ્ધતિઓ અંગે તાલીમ આપવામાં આવે છે. આ તાલીમો શિક્ષકને મુખ્યત્વે “કેવી રીતે ભણાવવું?” તે સમજાવવામાં મદદ કરે છે. પરંતુ અસરકારક શિક્ષણ માટે એટલો જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે—“વિદ્યાર્થી કેવી રીતે શીખે છે?” શિક્ષકની શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ પણ ત્યારે જ અસરકારક બને છે જ્યારે તે વિદ્યાર્થીની જ્ઞાનાત્મક રચના, પૂર્વજ્ઞાન, અનુભવો અને સમજણ સાથે જોડાય. આ સંદર્ભમાં ડેવિડ પી. ઑસુબેલનો અર્થપૂર્ણ અધ્યયન (Meaningful Learning)નો સિદ્ધાંત વિશેષ મહત્વ ધરાવે છે. ઑસુબેલના મત મુજબ નવા જ્ઞાનને વિદ્યાર્થીના પૂર્વજ્ઞાન સાથે અર્થપૂર્ણ રીતે જોડવામાં આવે ત્યારે શીખવાની પ્રક્રિયા વધુ અસરકારક બને છે. તેમણે “પૂર્વજ્ઞાન”ને અધ્યયનની પાયાની શરત ગણાવી અને નવા જ્ઞાનને અગાઉથી રહેલી જ્ઞાનરચનામાં જોડવા માટે Advance Organizer ની સંકલ્પના રજૂ કરી હતી. 1960ના તેમના પ્રયોગાત્મક અભ્યાસમાં પણ નવા વિષય પહેલાં સંબંધિત સંકલ્પનાઓ રજૂ કરવાની અસરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આ લેખનો મુખ્ય ઉદ્દેશ શિક્ષક તાલીમમાં “teaching methods” સાથે “learning processes”ને પણ કેન્દ્રસ્થાને લાવવાની જરૂરિયાતને સમજાવવાનો છે. લેખમાં ઑસુબેલના અર્થપૂર્ણ અધ્યયન સિદ્ધાંતના આધારે વર્ગખંડમાં પૂર્વજ્ઞાનની ઓળખ, Advance Organizer, સંકલ્પનાઓ વચ્ચેના સંબંધો, પ્રશ્નોત્તરી, ઉદાહરણો, અનુભવો, Concept Mapping, પ્રતિબિંબન અને જ્ઞાનના ઉપયોગ દ્વારા અર્થપૂર્ણ અધ્યયન કેવી રીતે વિકસાવી શકાય તે રજૂ કરવામાં આવ્યું છે.
ચાવીરૂપ શબ્દો: અર્થપૂર્ણ અધ્યયન, પૂર્વજ્ઞાન, Advance Organizer, જ્ઞાનાત્મક રચના, શિક્ષક તાલીમ, શીખવાની પ્રક્રિયા, અર્થપૂર્ણ શિક્ષણ.
ડો.મહેશપ્રસાદ ત્રિવેદી (2026); કેવી રીતે ભણાવવુ થી કેવી રીતે શીખવું સુધી : ડેવિડ ઑઝુબેલના અર્થપૂર્ણ અધ્યયન સિદ્ધાંતના સંદર્ભમાં શિક્ષક પ્રશિક્ષણનું પુનઃચિંતન, Shikshan Sanshodhan : Journal of Arts, Humanities and Social Sciences, ISSN(o): 2581-6241, Volume – 9, Issue – 10, Available on – https://shikshansanshodhan.researchculturesociety.org/
![SHIKSHAN SANSHODHAN [ ISSN(O): 2581-6241 ] Peer-Reviewed, Referred, Indexed Research Journal.](https://shikshansanshodhan.researchculturesociety.org/wp-content/uploads/SS-TITLE-HEADER.png)