રમત-ગમત ક્ષેત્રે ભવિષ્યના પડકારો, તકો અને સર્વગ્રાહી અભિગમ તથા ટેકનોલોજીકલ દૃષ્ટિકોણ
Author(s): પ્રા.(ડૉ.) કૈલાસગીરી કિશનગીરી ગોસ્વામી.,
Authors Affiliations:
આસીસ્ટંટ પ્રોફેસર (શા.શિ.), બી.વી.ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદ-૫૦
DOIs:10.2018/SS/202601022     |     Paper ID: SS202601022સારાંશ (Abstract): શારીરિક શિક્ષણ અને ખેલકૂદ માનવના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. આજના આધુનિક અને ઝડપી બદલાતા સમાજમાં બેઠાડુ જીવનશૈલી, વધતો સ્ક્રીન સમય, માનસિક તણાવ અને જીવનશૈલી સંબંધિત રોગોના કારણે શારીરિક શિક્ષણની આવશ્યકતા વધુ વધી ગઈ છે. પરંપરાગત રીતે શારીરિક શિક્ષણને માત્ર શારીરિક તંદુરસ્તી અને રમતો સુધી મર્યાદિત માનવામાં આવતું હતું, પરંતુ આજના સમયમાં તેને માનસિક, ભાવનાત્મક, સામાજિક અને નૈતિક વિકાસ સાથે જોડવાની જરૂર છે. આ સંશોધન લેખમાં શારીરિક શિક્ષણ અને ખેલકૂદના ભવિષ્યને લગતા મુખ્ય પડકારો, તકો અને વિકાસની દિશાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ લેખ અભ્યાસ દર્શાવે છે કે રમત-ગમત ક્ષેત્રે માળખાગત સુવિધાઓની અછત, તાલીમ પ્રાપ્ત વ્યાવસાયિકો શિક્ષકોની ઉણપ, લિંગ અસમાનતા અને વિકલાંગ વ્યક્તિઓ માટે યોગ્ય કાર્યક્રમોની અછત જેવા પ્રશ્નો હજી પણ અસ્તિત્વમાં છે.બીજી તરફ, આજે સમાજની આરોગ્ય પ્રત્યે વધતી જાગૃતિ, વર્તમાન સરકારશ્રીની નીતિઓ, શારીરિક શિક્ષણના અધ્યાપકો/શિક્ષકો માટે નવી કારકિર્દીની તકો અને અદ્યતન ટેકનોલોજીના વિકાસને કારણે શારીરિક શિક્ષણ અને રમત-ગમતના ક્ષેત્રે વિશાળ રોજગારીની સંભાવનાઓ ઉપલબ્ધ છે. શારીરિક શિક્ષણને સર્વાંગી, સમાવેશક અને ટેકનોલોજીકલ રીતે વિકસિત કરવામાં આવે તો તે સ્વસ્થ, સશક્ત અને જવાબદાર નાગરિકોના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.એમ કહી શકાય.
પ્રા.(ડૉ.) કૈલાસગીરી કિશનગીરી ગોસ્વામી., (2026); રમત-ગમત ક્ષેત્રે ભવિષ્યના પડકારો, તકો અને સર્વગ્રાહી અભિગમ તથા ટેકનોલોજીકલ દૃષ્ટિકોણ, Shikshan Sanshodhan : Journal of Arts, Humanities and Social Sciences, ISSN(o): 2581-6241, Volume – 9, Issue – 1, Available on – https://shikshansanshodhan.researchculturesociety.org/
![SHIKSHAN SANSHODHAN [ ISSN(O): 2581-6241 ] Peer-Reviewed, Referred, Indexed Research Journal.](https://shikshansanshodhan.researchculturesociety.org/wp-content/uploads/SS-TITLE-HEADER.png)