લોકસાહિત્યની લાક્ષણિકતા
Author(s): ડૉ. રવિકુમાર આર. વસાવા
Authors Affiliations:
આસિસ્ટન્ટ પ્રોફેસર, બી વી ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બાપુનગર, અમદાવાદ
DOIs:10.2018/SS/202504018     |     Paper ID: SS202504018સારાંશ (Abstract): લોકસાહિત્ય એ એક એવું સાહિત્ય છે જે સમાજના સામાન્ય લોકો દ્વારા સર્જાય છે, લોકસાહિત્ય એ લોકજીવનનું જીવંત પ્રતિબિંબ છે, જે મૌખિક પરંપરાગત રીતે પેઢી દર પેઢી વહેતું રહ્યું છે.લોકસાહિત્યનો કોય ચોક્કસ રચનાકાર-લેખક હોતો નથી, પણ સમાજ સમૂહથી બનેલું આ સાહિત્ય છે. એમ કહી શકાય કે સમગ્ર સમાજ એનો સર્જક હોય છે. તે વારસાગત રૂપે લોકોના જીવનમાં પ્રવાહિત થાય છે.એટલુંજ નહીં એમાં આખા સમુદાયનો અનુભવ, જ્ઞાન અને સંવેદનાઓનો સમાવેશ થાય છે .લોકસાહિત્યમાં લોકજીવન તેની સંસ્કૃતિ, માન્યતાઓ, પરંપરા અને જીવનમૂલ્યો ઉજાગર થાય છે.આ સાહિત્ય સામાન્ય લોકોની બોલચાલની ભાષામાં હોય છે. જે લોકપ્રયોગો, સંસ્કારગીતો, દુહા, લોકકથાઓ, પહેલીઓ, કહેવતો વગેરે જેવા ભિન્ન ભિન્ન સ્વરૂપે રજૂ થતાં જોવા મળે છે. લોકસાહિત્યમાં લોકસંસ્કૃતિ, નૈતિક મૂલ્યો, આધ્યાત્મિક વિચારધારા અને માનવીય લાગણીઓ રજૂ થયેલી જોવા મળે છે. આ સાહિત્ય જીવન જીવવાની દૃષ્ટિ આપે છે લોકસાહિત્ય એ લોકજીવનનો આત્મા સમાન સાહિત્ય છે. જે મૌખિક પરંપરાથી પેઢી થી પેઢી સુધી વહેતું રહે છે. તેનું મૂળ લોકોના અનુભવમાં રહેલું છે અને એમાંથી ઉપજતું સાહિત્ય એ લોકોના આનંદ, દુઃખ, સંઘર્ષ, શ્રદ્ધા અને સંસ્કૃતિનું પ્રતિક છે. લોકસાહિત્યની સૌથી મહત્વની લાક્ષણિકતા એ છે કે તે મૌખિક પરંપરા દ્વારા જતન પામે છે. એમાં ગીતો, વાર્તાઓ, કથાઓ, પહેલી, દુહા, સંસ્કારગીતો અને કહેવતો જેવા જુદા જુદા સ્વરૂપો જોવા મળે છે. આ સાહિત્યના કોઇ લેખક ન હોવાને લીધે સમય સાથે તેમાં ફેરફાર થતા રહે છે, તેથી તે જીવન્ત અને ગતિશીલ સ્વરૂપ છે. લોકસાહિત્યની ભાષા સરળ, લોકભાષા પર આધારિત છે જે સાંભળવામાં રોચક હોય છે. તેમાં સંગીતમયતા અને લય હોય છે, જેના કારણે એ યાદ રાખવામાં ખૂબ પણ સરળ છે. લોકગીતો, ગરબા, રાસગીતો, ભજન વગેરેમાં આ લયબદ્ધતા અને સંગીતમયતાના દર્શન આપણને થાય છે.આ સાહિત્યમાં પ્રકૃતિપ્રેમ, ધાર્મિક શ્રદ્ધા, સંસ્કૃતિનું પ્રતિબિંબ, અને નૈતિક મૂલ્યો વ્યાપકપણે વ્યક્ત જોવા મળે છે. લોકોના ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક જીવનના દરેક તબક્કાને લોકસાહિત્ય સ્પર્શે છે. લગ્ન, જન્મ, મૃત્યુ જેવા જીવનના મહત્વના સંસ્કારો, ઉત્સવો, ઋતુઓ અને દૈનિક જીવનની ઘટનાઓ આ સાહિત્યમાં રજૂ થાય છે લોકસાહિત્યમાં પ્રતીકો, રૂપકો, અને ચિત્રાત્મક ભાષાનો પણ ઉપયોગ થતો હોય છે. ઉદાહરણરૂપે જોઈએ તો મોર, મેઘ, હંસ વગેરે પ્રતીકરૂપે ભાવના વ્યક્ત કરવા માટે વપરાય છે. એમાં રહેલા પાત્રો અને ઘટના પ્રત્યક્ષ કરતાં પણ અનેકવાર પરોક્ષ રીતે જીવનના સિદ્ધાંતો શિખવે છે.આ સાહિત્યમાં સામૂહિક ચેતના વ્યક્ત થાય છે. તે વ્યક્તિગત અનુભવો નહિ પણ સમુદાયના મૌલિક અનુભવોને આધારે રચાય છે. આથી તે સાહિત્યમાં લોકોના દૈનિક જીવન, રીતિ અને રિવાજોનું પ્રતિબિંબ જોવા મળે છે.લોકસાહિત્ય એ જનસામાન્યના જીવનનું દર્પણ છે, સંગીતમય પણ છે અને જીવનમૂલ્યોથી ભરપૂર પણ છે. તેના જતન અને સંવર્ધન દ્વારા આપણે આપણા સંસ્કૃતિના મૂળને જીવંત રાખી શકીએ છીએ. આ સંશોધન પેપરના માધ્યમથી, આપણે લોક સાહિત્યની મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓને સમજવાનો પ્રયાસ કર્યો છે. આ અભ્યાસથી, આપણે આપણા સંસ્કૃતિ અને પરંપરાઓને વધુ સારી રીતે સમજવા અને સાચવવા માટે માર્ગદર્શન પ્રાપ્ત થશે.
ડૉ. રવિકુમાર આર. વસાવા (2025); લોકસાહિત્યની લાક્ષણિકતા, Shikshan Sanshodhan : Journal of Arts, Humanities and Social Sciences, ISSN(o): 2581-6241, Volume – 8, Issue – 4., Pp.118-122. Available on – https://shikshansanshodhan.researchculturesociety.org/
- ‘ગુજરાતી વિશ્વકોશ’ ખંડ-19, પૃષ્ઠ-139
- ‘લોકસાહિત્યચર્ચા’, લે.ડૉ. રમણભાઈ પી. પટેલ, પૃ.2
- ‘લોકસાહિત્યચર્ચા’, લે.ડૉ. રમણભાઈ પી. પટેલ, પૃ.3
- લોકસાહિત્યવિમર્શ, લે. જયમલ્લ પરમાર, પૃ.21
- પરબ, અંક-4, એપ્રિલ-2003, પૃ.42, 43
- લોકસાહિત્યવિમર્શ, લે. જયમલ્લ પરમાર, પૃ.22
- લોકસાહિત્યનું સમાલોચન, લે. ઝવેરચંદ મેઘાણી, પૃ.62
- શૈલી અને સ્વરૂપ, લે. ઉમાશંકર જોશી, પૃ.126
- શબ્દસૃષ્ટિ, એપ્રિલ-1998, પૃ.25
- લોકસાહિત્યવિમર્શ, લે. જયમલ્લ પરમાર, પૃ.21
- લોકગૂર્જરી અંક-17, સં. બળવંત જાની, પૃ.181
- ગુજરાતી વિશ્વકોશ, ખંડ-19
- The New Encyclopedia Britanica, Vol.4, Page-861
- મેઘાણી અને લોકસાહિત્ય, લે.ડૉ. નલિન દેસાઈ, પૃ.35
- ગુજરાતની લોકસંસ્કૃતિ, લે. હસુતાબેન સેદાણી, પૃ.95
- મેઘાણી અને લોકસાહિત્ય, લે.ડૉ. નલિન દેસાઈ, પૃ.36
- લોકસાહિત્યવ બોધ, લે. રમેશ ગાનાકર, પૃ.67
- રાજસ્થાની સાહિત્યનો ઇતિહાસ, લે. પુરુષોત્તમ મનોરિયા, પૃ.148
- લોકસાહિત્યવિમર્શ, લે. જયમલ્લ પરમાર, પૃ.33
- ગુજરાતની લોકસંસ્કૃતિ, લે. હસુતાબેન સેદાણી, પૃ.97
- લોકસાહિત્યવિમર્શ, લે. જયમલ્લ પરમાર, પૃ.47
- લોકવાઙમય : સ્વરૂપ સંદર્ભ, લે.ડૉ. રાજેશ મકવાણા, પૃ.36
- ચંપાની કળીઓમાં કસ્તુરી, લે. અમૃત પટેલ, પૃ.35
![SHIKSHAN SANSHODHAN [ ISSN(O): 2581-6241 ] Peer-Reviewed, Referred, Indexed Research Journal.](https://shikshansanshodhan.researchculturesociety.org/wp-content/uploads/SS-TITLE-HEADER.png)