કાકડવા ગામમાં જલ-જીવન મિશનની સ્થિતિ : એક અભ્યાસ
Author(s): મહેશભાઇ એલ. વસાવા , સલોનીબેન કે. ગામીત
Authors Affiliations:
આસિસ્ટન્ટ પ્રોફેસર (એડહોક)
વિદ્યાર્થીની, મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત.
DOIs:10.2018/SS/202602005     |     Paper ID: SS202602005
સારાંશ: વિશ્વની લગભગ ત્રણ ચતુર્થાંસ વસ્તી સુરક્ષિત રીતે સંચાલિત જળ સ્ત્રોતનો ઉપયોગ કરે છે. દર ચાર માંથી એક વ્યક્તિ પીવાના પાણીના સુરક્ષિત સ્ત્રોતનો ઉપયોગ કરતી નથી. UNCEF-WHO - ૨૦૨૩, ના આ રીપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે ૧.૮ બિલિયન લોકો એવા ઘરોમાં રહે છે જેમાં પીવાના શુધ્ધ પાણીનો પુરવઠો ઉપલબ્ધ નથી. ભારતમાં ૧.૪ અબજથી વધુ લોકોની વસ્તી હોવા છતાં વિશ્વના તાજા પાણીના માત્ર ૪% સ્ત્રોતો છે. ધ એનર્જી એન્ડ રિસોર્સેસ ઇન્સ્ટીટયુટમાં ૧ ડીસેમ્બર ૨૦૨૩ ના રોજ પ્રકાશિત થયેલ લેખ મુજબ ગુજરાત પાણીની અછત ધરાવતું રાજ્ય છે, જેમાં વ્યક્તિ દીઠ માત્ર ૧૧૩૭ ઘન મીટર તાજું પાણી ઉપલબ્ધ છે. ઉદ્યોગોના ગંદા પાણીને કારણે જળ સ્ત્રોત્રોના પ્રદૂષણમાં વધારો થાય છે જે શુધ્ધ પાણીની ઉપલબ્ધિને અસર કરે છે. લોકોને શુધ્ધ પાણી પુરુ પાડવા માટે ભારતમાં રાષ્ટ્રીય જળ મિશન, જલ-જીવન મિશન અને અટલ ભૂજળ યોજના તેમજ ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાન, સૌની યોજના, જળ શક્તિ અભિયાન, વાસ્મો જેવી યોજનાઓ અમલમાં છે. આ સંશોધન પત્ર તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આદિવાસી વસ્તીની બહુમતી ધરાવતા કાકડવા ગામમાં જલ-જીવન મિશનની વાસ્તવિક સ્થિતિને સમજવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.
મહેશભાઇ એલ. વસાવા , સલોનીબેન કે. ગામીત (2026); કાકડવા ગામમાં જલ-જીવન મિશનની સ્થિતિ : એક અભ્યાસ, Shikshan Sanshodhan : Journal of Arts, Humanities and Social Sciences, ISSN(o): 2581-6241, Volume – 9, Issue – 2, Available on – https://shikshansanshodhan.researchculturesociety.org/
![SHIKSHAN SANSHODHAN [ ISSN(O): 2581-6241 ] Peer-Reviewed, Referred, Indexed Research Journal.](https://shikshansanshodhan.researchculturesociety.org/wp-content/uploads/SS-TITLE-HEADER.png)