30, November 2025

આદિજાતિ જનનાયક બિરસા મુંડા: જીવન અને કાર્ય

Author(s): ડો.રવિકુમાર રામસિંગ વસાવા

Authors Affiliations:

(આસી પ્રોફેસર) બીવીડી આર્ટસ- કોમર્સ કોલેજ બાપુનગર, અમદાવાદ

DOIs:10.2018/SS/202511008     |     Paper ID: SS202511008


Abstract
Keywords
Cite this Article/Paper as
References

સારાંશ (Abstract): બિરસા મુંડા  એ ભારતીય ઇતિહાસના એક અત્યંત પ્રભાવશાળી આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની, ધાર્મિક સુધારક અને લોકનાયક હતા. ૧૯મી સદીના અંતમાં બ્રિટિશ વન કાયદાઓ, જમીનદારી પ્રથા અને બિનઆદિવાસીઓ દ્વારા થતા આર્થિક શોષણના કારણે છોટાનાગપુરના આદિવાસી સમુદાયના જીવન પર ગંભીર અસર પડી હતી. આ સંશોધન પેપરનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના પ્રખ્યાત આદિવાસી સ્વાતંત્ર્ય સંગ્રામી, ધાર્મિક સુધારક અને સામાજિક વિચારક બિરસા મુંડાના જીવન, તેમને ઘડનારા મુખ્ય સામાજિક-ધાર્મિક પરિબળો, અને બ્રિટિશ શાસન સામેના તેમના મહાન વિદ્રોહનું વિશ્લેષણ કરવાનો છે. બિરસા મુંડા એ માત્ર બ્રિટિશ શાસન સામેના યુદ્ધવીર નહોતા, પરંતુ તેમણે પોતાના સમાજમાં સ્વાભિમાન, આધ્યાત્મિકતા અને સંઘર્ષની નવી ચેતના ફૂંકી હતી. તેમની વિચારસરણી “જલ,જંગલ,જમીન” પર આધારિત હતી. આ પેપર ત્રણ મુખ્ય સ્તરો પર આધારિત છે: (૧) જીવન અને ઘડતર; (૨) અંગ્રેજો સામેનું આંદોલન 'ઉલ્ગુલન' અને (૩) સામાજિક અને ધાર્મિક વારસો 'બિરસાઈત'.

આ સંશોધન માટે ઐતિહાસિક દસ્તાવેજો, આદિવાસી લોકસાહિત્ય, સમકાલીન સરકારી અહેવાલો અને શૈક્ષણિક સાહિત્યનો અભ્યાસ કરવામાં આવ્યો છે. પદ્ધતિ તરીકે વર્ણનાત્મક અને વિશ્લેષણાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે. મુખ્ય તારણો દર્શાવે છે કે બિરસા મુંડાનું આંદોલન માત્ર રાજકીય વિદ્રોહ નહોતું, પરંતુ ધાર્મિક અને સામાજિક સુધારાનું એકીકૃત સ્વરૂપ હતું. રાજકીય મોરચે, તેમણે 'અબુઆ દિશુમ. અબુઆ રાજ...' (આપણો દેશ, આપણું રાજ) ના નારા સાથે 'ખુંટકટ્ટી' અધિકારોની પુનઃસ્થાપના માટે ઉલ્ગુલનનું નેતૃત્વ કર્યું. ૧૮૯૯-૧૯૦૦નો આ સશસ્ત્ર વિદ્રોહ, જોકે બ્રિટિશરો દ્વારા દબાવી દેવામાં આવ્યો અને બિરસા મુંડાનું માત્ર ૨૫ વર્ષની વયે જેલમાં રહસ્યમય મૃત્યુ થયું, તેમ છતાં તેણે આદિવાસી સ્વશાસન અને જમીન અધિકારોની ચળવળને કાયમી અસર પહોંચાડી. બિરસા મુંડાના બલિદાનના પરિણામે બ્રિટિશ શાસનને છોટાનાગપુર ટેનન્સી એક્ટ (૧૯૦૮) જેવા કાયદાકીય સુધારાઓ લાગુ કરવા પડ્યા, જે આજે પણ આદિવાસી જમીનના રક્ષણ માટે મહત્વપૂર્ણ છે. તેમને 'ધરતી આબા' તરીકે મળેલું સન્માન ભારતીય ઇતિહાસમાં તેમના અદ્વિતીય યોગદાનની શાશ્વત સાબિતી છે.

આ સંશોધન પેપર એ પણ દર્શાવે છે કે બિરશાની વિચારધારા આજના સમયમાં પણ પ્રાસંગિક છે. પર્યાવરણ રક્ષણ, જમીન હકો, સ્થાનિક સ્વરાજ અને આદિવાસી ઓળખના પ્રશ્નો આજના ભારત માટે જેટલા મહત્વના છે, એટલા જ તેઓ બીરશા મુંડાના યુગમાં હતા. તેમના જીવન અને કાર્ય પરથી શીખવા જેવો મુખ્ય પાઠ એ છે કે “સાચું સ્વાતંત્ર્ય માત્ર શાસનથી મુક્તિ નહિ, પરંતુ માનવ ગૌરવ અને સ્વાભિમાનની સ્થાપના છે.”

ડો.રવિકુમાર રામસિંગ વસાવા, આદિજાતિ જનનાયક બિરસા મુંડા: જીવન અને કાર્ય , Shikshan Sanshodhan : Journal of Arts, Humanities and Social Sciences,      ISSN(o): 2581-6241,  Volume – 8,   Issue –  11,  Pp. 44-50.       Available on –   https://shikshansanshodhan.researchculturesociety.org/


Download Full Paper

Download PDF No. of Downloads:3 | No. of Views: 47