31, January 2025

૧૯ મી સદીમાં ગુજરાતમાં દૂધપીતીના રિવાજની નાબૂદી માટે થયેલ પ્રયાસો

Author(s): ચૌહાણ જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ

Authors Affiliations:

પી.એચ.ડી.  સંશોધાર્થી(NET-JRF) ઇતિહાસ વિભાગ, સમાજવિદ્યાભવન, ગુજરાત યુનિવર્સિટિ, અમદાવાદ.

DOIs:10.2018/SS/202501011     |     Paper ID: SS202501011


Abstract
Keywords
Cite this Article/Paper as
References

સારાંશ (Abstract) : ઓગણીસમી સદીના ગુજરાતમાં દૂધપીતી (Female Infanticide) એક ગંભીર સામાજિક સમસ્યા તરીકે અસ્તિત્વમાં હતી, જે મુખ્યત્વે રાજપૂત, જાડેજા અને અન્ય ઉચ્ચ વર્ણીય સમુદાયોમાં પ્રતિષ્ઠા, દહેજપ્રથા, આર્થિક બોજ અને સામાજિક માન્યતાઓના પરિણામે વિકસિત થઈ હતી. આ સંશોધનપત્રમાં ગુજરાતમાં દૂધપીતી નાબૂદી માટે હાથ ધરાયેલી ચળવળનું ઐતિહાસિક, સામાજિક અને વહીવટી પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે. બ્રિટિશ શાસન દરમિયાન બાળહત્યાની સમસ્યાને નિયંત્રિત કરવા માટે અમલમાં મૂકાયેલી વહીવટી નીતિઓ, રાજકીય કરારો, કાયદાકીય પગલાં અને સ્થાનિક રાજવીઓના સહકારનું તટસ્થ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. સાથે જ ગુજરાતના સમાજસુધારકો, શિક્ષણપ્રચારકો, ધાર્મિક નેતાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સમાજજાગૃતિ માટે કરવામાં આવેલા પ્રયત્નોનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

મુખ્ય શબ્દો (Keywords): દૂધપીતી, કન્યાશિશુ હત્યા, ઓગણીસમી સદી, ગુજરાત, સમાજસુધારણા ચળવળ, બ્રિટિશ વહીવટ, રાજપૂત સમાજ, જાડેજા, બાળહત્યા નાબૂદી, સામાજિક ઇતિહાસ.

ચૌહાણ જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ (2026); ૧૯ મી સદીમાં ગુજરાતમાં દૂધપીતીના રિવાજની નાબૂદી માટે થયેલ પ્રયાસો,  Shikshan Sanshodhan : Journal of Arts, Humanities and Social Sciences,   ISSN(o): 2581-6241,  Volume – 8,   Issue –  1.,  Pp. 60-65.       Available on –   https://shikshansanshodhan.researchculturesociety.org/


Download Full Paper

Download PDF No. of Downloads:3 | No. of Views: 18