30, July 2026

દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની ખેત સમસ્યાઓ

Author(s): મહેશભાઇ એલ. વસાવા, ડો. મોસમ આર. ત્રિવેદી

Authors Affiliations:

પીએચ.ડી. સ્કોલર                                   આસિસ્ટન્ટ પ્રોફેસર

સમાજશાસ્ત્ર વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત

DOIs:10.2018/SS/202607023     |     Paper ID: SS202607023


Abstract
Keywords
Cite this Article/Paper as
References

સારાંશ: ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. રાષ્ટ્રીય આવકના ૨૬% ભાગ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. ભારતની કુલ વસતીના આશરે ૮.૬% લોકો આદિવાસી સમુદાયના છે (વસ્તીગણતરી: ૨૦૧૧). ગુજરાતમાં તેની કુલ વસ્તી ૧૪.૭૫% છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ડાંગ, નવસારી, ભરુચ, વલસાડ, તાપી, નર્મદા અને સુરતના આદિવાસી વિસ્તારોનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતનું કૃષિ ક્ષેત્ર લાંબા સમયગાળા પછી પણ ઓછું વિકસિત અને અનેક સમસ્યાઓથી ઘેરાયેલું રહ્યું છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારો. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની કૃષિ અર્થકારણમાં એવી કેટલીયે સમસ્યાઓ હજુ અસ્તિત્વ ધરાવે છે કે જેણે કૃષિ ક્ષેત્રની આર્થિક સદ્ધરતાને ઘણી સીમિત રાખી છે. જો કે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની કૃષિ હવે માત્ર જીવન નિર્વાહ કૃષિ જ ન રહેતા, વાણિજય કૃષિ તરફ તેનો ઝોક રહ્યો છે. છતાં આમુલ પરિવર્તનો જોવા મળતાં નથી. આ અભ્યાસમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આદિવાસી ખેડૂતોની ખેત સમસ્યાઓને કૃષિ વિકાસના સંદર્ભમાં સમજવા માટે નિરીક્ષણ અને ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવેલ છે.

ચાવીરૂપ શબ્દો: આદિવાસી, ખેત, સમસ્યાઓ, બિયારણ, રાસાયણિક.

મહેશભાઇ એલ. વસાવા, ડો. મોસમ આર. ત્રિવેદી (2026); દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની ખેત સમસ્યાઓ, Shikshan Sanshodhan : Journal of Arts, Humanities and Social Sciences,      ISSN(o): 2581-6241,  Volume – 9,   Issue –  7,  Available on –   https://shikshansanshodhan.researchculturesociety.org/


Download Full Paper

Download PDF No. of Downloads:6 | No. of Views: 35