ગૂજરાત વિદ્યાપીઠની દફતર સંરક્ષણ પ્રવૃત્તિ
Author(s): ડૉ.ઝેનામાબીબી અમુમીયા કાદરી
Authors Affiliations:
સહ પ્રાધ્યાપક,
ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ,અમદાવાદ.
DOIs:10.2018/SS/202607016     |     Paper ID: SS202607016ઇતિહાસ આલેખન માટે પુરાતાત્વિક અને સાહિત્યિક સાધનોની જરૂર પડે છે. આવા પ્રાથમિક અને દ્વિતીય કક્ષાના સાધનોને આધારે જ પૂર્વે બનેલી ઘટનાઓને ચકાસીને ભૂતકાળના રહસ્યો અને બનાવોને ઉજાગર કરી શકાય છે. ભૂતકાળનાં જ્ઞાનને પ્રાપ્ત કરવાના મુખ્ય સાધનોમાં એક મહત્વનું સાધન તે દફતરો છે. દફતરને અંગ્રેજીમાં રેકોર્ડ કહેવાય છે. જેનો અર્થ થાય છે સ્મૃતિ. આ અંગ્રેજી શબ્દ મૂળ લેટિન શબ્દ રેકોડૉરી (Recordari) માંથી ઉતરી આવેલ છે. દફતરના જુદા જુદા ભૌતિક સ્વરૂપો હોય છે. જેવા કે, પુસ્તકો, હસ્તપ્રતો, નકશાઓ, આલેખો, ફોટાઓ, આકૃતિઓ અને બીજી પુરાવા પૂરી પાડતી દસ્તાવેજી સામગ્રી. પુરાવસ્તુ સિવાયની લિખિત સામગ્રી મુખ્યત્વે હસ્તપત્રો કે છપાયેલી સાચવવા માટે શિક્ષણ સંસ્થાઓમાં દફતરોની જાણવણી કરવા માટે વિશ્વવિદ્યાલય અનુદાન પંચની ભલામણ અનુસાર યુનિવર્સીટીઓમાં દફતર સંરક્ષણ એકમની સ્થાપના થઇ. ૧૯૮૩માં વિદ્યાપીઠનાં કુલનાયકશ્રી રામલાલભાઈ પરીખનાં માર્ગદર્શન હેઠળ દફતર સંરક્ષણ એકમની સ્થાપના ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયમાં થઇ. વિશ્વવિદ્યાલયોમાં શૈક્ષણિક અને વહીવટી એમ બંને પ્રકારના દફતરોની સાચવણી થતી હોય છે. આથી આ સંસ્થામાં દફતરોની વ્યવસ્થા કેવી રીતે કરવી તેની આગવી ચર્ચા આવશ્યક છે.
ડૉ.ઝેનામાબીબી અમુમીયા કાદરી (2026); ગૂજરાત વિદ્યાપીઠની દફતર સંરક્ષણ પ્રવૃત્તિ, Shikshan Sanshodhan : Journal of Arts, Humanities and Social Sciences, ISSN(o): 2581-6241, Volume – 9, Issue – 7, Available on – https://shikshansanshodhan.researchculturesociety.org/
૧. જમીનદાર રસેશ. (૧૯૯૨ ). દફતર વિદ્યાની વિભાવના, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.
૨. દેસાઈ પંકજભાઈ ઠાકોરભાઈ. (૧૯૯૨).દફતર સંચાલનના તત્ત્વો’, ગૂજરાત વિદ્યાપીઠ ,અમદાવાદ.
૩. પંડયા,ચંદ્રકાન્ત. (૧૯૮૩). ભારતમાં દફતરવિદ્યાની પ્રવૃત્તિ અને ગુજરાત.
૪. પંડયા.ચંદ્રકાન્ત (૧૯૮૯).દફતર સંચાલન – (Record Management).
૫ .સિસોદિયા, ડી.એમ. (૧૯૯૮). આઝાદીની સુવર્ણ જયંતિ વિશેષાંક,ગાંધીનગર.
૬. જોષી બિંદુવાસિની રજનીકાંત.(૧૯૮૯). કાગળનાં દફતરોની સાચવણી, ગૂજરાત વિદ્યાપીઠ,અમદાવાદ.
૭. દેસાઈ પંકજભાઈ ઠાકોરભાઈ.(૨૦૦૪).દફતર વહીવટ, સંચાલન અને દફતરભંડારની સહાયક સંસ્થાઓ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ.
૮. ઇ.સ.૨૦૨૧ થી દફતર સરક્ષણ એકમમાં અધ્યક્ષ તરીકે પ્રત્યક્ષ કામગીરી.
![SHIKSHAN SANSHODHAN [ ISSN(O): 2581-6241 ] Peer-Reviewed, Referred, Indexed Research Journal.](https://shikshansanshodhan.researchculturesociety.org/wp-content/uploads/SS-TITLE-HEADER.png)